બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (17:14 IST)

મારૂતિ સુઝુકીના પ્લાન્ટમાં ભરતી થવાની હોવાના ખોટા મેસેજથી ઓહાપોહ

મહેસાણાના બહુચરાજીના હંસલપુર પ્લાન્ટમાં આજે સવારે નોકરી માટે આવેલા લોકોએ હોબાળો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં મારૂતિ સુઝુકી મોટર્સમાં ભરતી ચાલતી હોલાના ખોટા મેસેજ ઘણાં દિવસથી વાઈરલ થયાં હતાં. આજે સવારે નોકરી માટે લોકો પ્લાન્ટની બહાર હાજર થયા હતાં પરંતુ કંપનીના સંચાલકોએ કહ્યું હતું કે અત્યારે તો કોઈ જ ભરતી ચાલતી નથી.  જેના કારણે બધા યુવકો રોષે ભરાઈને પથ્થરમારો કરાયો હતો. આ પથ્થરમારા બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.મારૂતિ સુઝુકી મોટર્સમાં ભરતી ચાલુ હોવાના ખોટા મેસેજ વાયરલ થતાં 3000 જેયલા નોકરીવાંચ્છુકો પહોંચ્યા હતાં. મારૂતિ સુઝુકીના સંચાલકોએ ત્યાં ભેગા થયેલા યુવાનોને ના પાડી હતી કે અહીં કોઈ ભરતી ચાલુ નથી. આ સાંબળતાની સાથે જ યુવાનો રોષે ભરાઈ ગયા હતાં અને પ્લાન્ટ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાને રોકવા અને જામેલી ભીડને વેરવિખેર કરવા તેમણે પોલીસનો સહારો લીધો હતો.