શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2016 (14:29 IST)

મહેસાણાના ભિક્ષુકે સાડી વિતરણ કર્યું

મહેસાણાના મોઢેરા સર્કલ નજીક ભિક્ષા માંગીને નાણાં એકઠાં કરતા ગોદડીવાળા બાબાએ મંગળવારે શહેરના સાંઇબાબા મંદિર આસપાસની અ‌વધૂત, ઈન્દિરાનગર, ગજાનંદ અને પરા વિસ્તારની 15 વિધવા બહેનો સાથે કુલ 50 બહેનોને સાડીનું વિતરણ કર્યું હતું. હજુ અન્ય 100 બહેનોને સાડી આપવાના હોવાનું તેમણે જણાવ્યું હતું.  તેમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા તાજેતરમાં નવરંગ ચોક નજીક યોજાયેલા એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ તેમનું સન્માન કર્યું હતું.