બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શુક્રવાર, 18 નવેમ્બર 2016 (15:07 IST)

માથામાં મોદી લખાવીને નોટબંધીને સમર્થન આપ્યું

વડાપ્રધાન મોદીજીના રૂ500 અને રૂ 1000ની નોટ બંધીના નિર્ણયથી પ્રેરાય ગોંડલના યુવાન ભરતભાઈ ખજૂરીયાએ  માથામાં મોદી લખાવ્યું 31 ડિસેમ્બર સુધી રાખશે અને મોદીજીને આશીર્વાદ અને પ્રેરણા પુરી પાડવા મહાદેવજીને પ્રાર્થના કરી. 



















નરેન્દ્ર મોદીના 500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયથી પ્રેરાઇને ગોંડલના એક યુવાને પોતાના માથામાં મોદી લખેલી હેર સ્ટાઇટ બનાવી છે. તેણે મોદીના નિર્ણયથી અભિભૂત બની અન્ય લોકોને આ નિર્ણય તરફ પ્રેરવા પોતાના માથા પર મોદી લખેલી હેર સ્ટાઇલ બનાવી છે.  ગોંડલના ભતરભાઇ ખજૂરીયા નામના યુવાને મોદીના નિર્ણયથી પ્રેરાઇ માથામાં મોદી લખાવેલી હેર સ્ટાઇલ બનાવી છે. તેણે જણાવ્યું હતું કે, દેશમાં કાળાનાણા, આતંકવાદ અને ભ્રષ્ટાચારને લઇને મોદીએ આ નિર્ણય લીધો તે યોગ્ય છે. હું 31 ડિસેમ્બર સુધી આ હેર સ્ટાઇલ રાખીશ. તેમજ મોદીને આશિર્વાદ અને પ્રેરણા પૂરી પાડવા મહાદેવને પ્રાર્થના કરતો રહીશ.