શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2016 (23:53 IST)

સુરતમાં કેજરીવાલે પગ મુકવો નહીં, અહીંનું એક એક ઘર ભાજપનું છે - ઠેર ઠેર પોસ્ટરો લાગ્યાં

2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા રાજકારણ ગરમાયુ અને કેજરીવાલની વિરુદ્ધમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં વિવિધ જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. જેમાં લખાયું છે કે, આ વિસ્તારનું એક એક ઘર ભાજપનું છે માટે કેજરીવાલે પગ મૂકવો નહીં. વરાછા વિસ્તારમાં શરૂ થયેલા પોસ્ટરવોરને પગલે રાજકીય ગરમાવો આવ્યો છે. પાટીદારોને આપ તરફ ખેંચવાના પ્રયાસો થઇ રહ્યા છે. કેજરીવાલની મુલાકાતને લઇને પાસે પ્રતિક્રિયા આપી છે. પાસના નેતા આપ પાર્ટીના નેતાને નહિ મળે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, 15 ઓકટોબરે કેજરીવાલ સુરત આવી રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ગ્રાઉન્ડ ખાતે આગામી 16મી ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલની સભા યોજાવા જઈ રહી છે. તે અગાઉ કેજરીવાલનો વિરોધ કરતાં પોસ્ટર લાગતાં રાજકીય ગરમાવો આવ્યો છે. કેજરીવાલ અહીંયા પોલીસ દમનમાં ભોગ બનનાર પાટીદારોની મુલાકાત કરશે. જેમાં અમદાવાદ અને સુરતના પાટીદારોની કેજરીવાલ મુલાકાત લઇ રહ્યા છે અને પાસના નેતા વરૂણ પટેલને પણ મળવાની વાત કરવામાં આવી છે.