શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 8 ઑક્ટોબર 2016 (13:56 IST)

અમદાવાદમાં રાવણ દહનની તૈયારીઓ શરૂ કરાઈ

નવરાત્રિમાં નવ દિવસ માતાની આરાધના કર્યા બાદ દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. વિજયાદશમીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે રાવણના પૂતળા બનાવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન એવા દશેરાના પર્વે રાવણદહન કરાય છે વિજયાદશમીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે રાવણના પૂતળા બનાવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. દશેરાનાં દિવસે વિવિધ જગ્યાએ રાવણ દહનનો કાર્યક્મ યોજાય છે. અમદાવાદમા પાંચ જગ્યાએ રાવણ દહન કરવામાં આવે છે. રાવણના પૂતળાનુ દહન ગણતરીની મીનીટોમાં થઇ જાય છે પણ તેને બનવા ભારે મહેનત કરવી પડે છે. અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રાવણનાં પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુપીથી અમદાવાદ આવેલા 25 જેટલા આ કારીગરો ગુજરાતના વિવિધ શહેરોમાં મોકલવા માટેના રાવણનું નિર્માણ કરી રહ્યા છે. રાવણ, કુંભકરણ સહિતના પૂતળાઓ માટેના મહાકાય મોજડીઓ, તેમના હથિયારો તેમજ રાવણના દસ મોઢા બની ગયા છે. ફક્ત તેમના મહાકાય શરીરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વરસાદને કારણે પૂતળા દહનની કામગીરી થોડા દિવસ બંધ રહેતા હવે કારીગરો દિવસ-રાત કામ કરીને ઓડર પૂર્ણ કરવા જઇ રહ્યા છેઅમદાવાદમાં દર વર્ષે દશેરાના એક માસ પહેલાથી કારીગરો શહેરમાં આવી જાય છે. અને ગુજરાતના જામનગર, રાજકોટ, આણંદ, નડિયાદ, વડોદરા સહિતના શહેરો માટેના 25થી 50 ફૂટનાં પૂતળા તૈયાર કરવામાં લાગી જાય છે. રાવણનું પૂતળુ બનાવતા મોટા ભાગના કારીગરો મુસ્લિમ છે. આ પરિવાર પેઢી દર પેઢી આજ કાર્ય કરે છે. દશેરા માટે પૂતળા તૈયાર કર્યા બાદ બાકીના મહીનાઓમાં તેઓ માદરે વતન એટલેકે યુપીના વિવિધ ગામોમાં ઘોડાગાડી ચલાવી, મંડપ બાંધવા જેવા વિવિધ કામો કરી રોજી રોટી મેળવતા હોય છે. ઉત્તરપ્રદેશના કારીગરો વર્ષોથી રાવણના પૂતળા બનાવાનુ કાર્ય કરતા હોવાથી રાવણ બનાવામાં યુપીના કારીગરોનું પ્રભુત્વ થઇ ગયું છે. રાવણના પૂતળા બનાવી તેઓ સારી એવી કમાણી કરી લે છે.