સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2016 (16:15 IST)

તરણેતરના લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઇ-૨૦૧૬નું ભવ્‍ય આયોજન

રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરના તરણેતર ખાતેના લોકમેળામાં તા. ૦૪ થી ૦૬-૦૯-૨૦૧૬ દરમિયાન પશુ પ્રદર્શન હરીફાઇ ૨૦૧૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ પશુ પ્રદર્શન હરીફાઇમાં રાજ્યના પશુપાલકોને શુદ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઈ યોજી વિજેતા પશુઓને ઇનામો (પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન) આપવામાં આવશે. તેમજ દરેક વર્ગ પૈકી કોઈ પણ એક વર્ગમાંથી એક પશુને ‘ચેમ્પિયન ઓફ ધ શો’નું ઈનામ પણ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે પશુપાલન નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અથવા વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા આપની નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા પશુપાલન નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.