ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:46 IST)

વડોદરામાં 13 દર્દીને HIVના ચેપવાળું લોહી ચડાવી દેવાયું હોવાની રાવ

વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ 15 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડોદરાના અધિકારી અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસઓ)એ ઑક્ટોબર, 2016માં સંયુક્તપણે ઇન્સ્પેક્શન કર્યું હતું, જેના રિપૉર્ટમાં ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્કે 7 દર્દીને હિપેટાઇટીસ-સી અને 3ને HIV પૉઝિટિવના ચેપવાળું લોહી ચડાવ્યું હતું. સુરક્તમ્ બ્લડ બેન્કે 5 દર્દીને હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવ્યું હતું. કાનૂની પગલાં લેવાની રિપૉર્ટમાં ભલામણ કરાઈ હોવા છતાં છતાં વિભાગે લાઇસન્સ રદ કરીને બ્લડ બેન્ક તાકીદે બંધ કરાવવાને બદલે માત્ર શો-કૉઝ નોટિસ ફટકારી કામચલાઉ ધોરણે બંધ કરવાનો આદેશ આપીને સંતોષ માન્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વડોદરા તથા સીડીએસઓના અધિકારીઓએ 25-26 ઑક્ટોબર, 2016એ 6 બ્લડ બેન્કનું રૂટીન ઇન્સ્પેક્શન કર્યું હતું, તેમાં ઇન્દુ વોલેન્ટરી અને સુરક્તમ્ બ્લડ બેન્કની અક્ષમ્ય બેદરકારી બહાર આવી.  જેમાં બંને બ્લડ બેન્કમાંથી તપાસ કર્યા વિના જ 7 સ્ત્રી અને 8 પુરુષ મળી કુલ 15 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને સી પૉઝિટિવના ચેપવાળું લોહી આપી દેવાયાનો ઉલ્લેખ કરાયો છે. જે દર્દીઓને આ લોહી ચડાવાયું હતું, તેઓ બ્લડ બેન્કોની ગંભીર બેદરકારીથી અજાણ હોવાની શક્યતા છે. બ્લડ બેન્કની આ તો માત્ર 1-2 મહિનાની જ ગંભીર ત્રુટિઓ બહાર આવી છે. ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય ક્ષતિઓ બહાર આવવાની શક્યતા છે