રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 1 ઑક્ટોબર 2016 (13:11 IST)

આજે સાંજે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાતની નવરાત્રીનું ભવ્ય ઉદ્ઘાટન કરશે વિજય રૂપાણી

જીએમડીસી ગ્રાઉન્ડમાં દર વર્ષે યોજાતી વાઈબ્રન્ટ નવરાત્રીનું ઝાકમઝોળ કોણ ભૂલી શકે.    રાજ્ય સરકારે ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ’નું જીએમડીસીના મેદાનમાં આયોજન કર્યું છે. વાઈબ્રન્ટ ગરબા મહોત્સવ આજથી રંગેચંગે શરૂ થશે ત્યારે શુક્રવારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેનું ગ્રાન્ડ રિર્હસલ થયું હતું.

આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ગરબા મહોત્સવ ખુલ્લો મૂકશે .આ વર્ષે પણ માતાજીની દેરી, મટુકી, દીવડા, છત્રી, દાંડિયા અને તલવાર જેવી થીમ સાથે યુવાનો પરંપરાગત પોષાકમાં ગરબે ઘૂમશે.