સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (11:45 IST)

ગ્રામ પંચાયતોની ચૂંટણી, મતદાન શરૂ.... 29મી એ આવશે પરિણામ

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન રાજ્યની 8954 ગ્રામ પંચાયતોની ચૂંટણી 27મી ડિસેમ્બરના મંગળવારે એટલે કે આજ રોજ યોજાશે   એકંદરે કુલ 1.66 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 1,47,749 ઉમેદવારોનુ ભાવિ નક્કી કરશે. મતદાન બાદ 29મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણીજંગ ખરાખરીનો બની રહેવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ લીલીયા ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવાર ગોબરભાઈ જીજવાડિયાનું ચૂંટણી દરમિયાન જ હાર્ટએટેક આવતાં નિધન થયું છે. આથી લીલિયાના વોર્ડ નં.12ની ચૂંટણી મુલતવી રાખવામાં 
આવી છે. 
 
 
ગુજરાતમાં ઠંડીનો ચમકારો હોવાથી મતદાનનો પ્રારંભ સાવ ધીમો રહ્યો છે., જોકે કેટલીક ગ્રામ પંચાયતમાં વહેલી સવારે ઠંડીના માહોલમાં પણ મતદાન કરવા લોકો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 9 વાગ્યા પછી મતદારો મત આપવા આવ્યા હતા. જેથી ગામની પ્રાથમિક શાળા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. જો કે અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતીપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
 
સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કુલ 10 ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. ગોંડલ તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં 17.11 % મતદાન નોંધાયું છે.  પ્રથમ બે કલાકમા ટંકારા શહેરમાં 13% મતદાન સાથે 1073 મત મતપેટીમાં પડયા છે.