સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 12 જાન્યુઆરી 2013 (12:56 IST)

કોડનાની અને બજરંગીની જજ બદલવાની અરજી કોર્ટે ફગાવી

.
P.R
વર્ષ 2002 દરમિયાન રાજ્યમાં થયેલા કોમી રમખાણો અંતર્ગત નરોડા-પાટિયા કેસમાં સજા પામેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની અને વી.એચ.પીના નેતા બાબૂ બજરંગીએ 2002 કોમી રમખાણોનો અન્ય નરોડા ગામ કેસની ટ્રાયલ સેશંસ જજ જ્યોત્સાબેન યાજ્ઞીકની કોર્ટમાં ન ચાલે તેના માટે જજ બદલવા અંગે અરજી કરી હતી. જેમા સિટી સિવિલ સેશંસ કોર્ટ આ બંને આરોપીઓની અરજી ફગાવી દીધી હતી.

નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાની અને બાબૂ બજરંગી પર ટોળાને ઉશ્કેરવા અને તોફાનો કરાવવા જેવા અનેક આરોપો છે. આ બંને આરોપીઓએ જજ બદલવા અને કેસની ટ્રાયલ સેશન્સ જજ જ્યોત્સાબેન યાજ્ઞિકની કોર્ટમા ન ચાલવાની અરજી કરી હતી. જેમા નામદાર આ બંને આરોપીઓની અરજી ફગાવી દેતા આ બંને આરોપીઓને ફટકાર પડી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે , ડો. માયાબેન કોડનાની ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બાબુ બજરંગી પી.વી.એચના અગ્રણી નેતા રહી ચૂક્યા છે