1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 28 ઑક્ટોબર 2013 (17:12 IST)

ગુજરાત સરકારનાં ઘોડાઓને પરાણે ઉપવાસ કરવાનાં દિવસો આવ્યા

P.R
ગુજરાતીમાં કહેવત છે કે, ‘પાડાને વાંકે પખાલીને ડામ' પણ આપણે ત્યાં તો પ્રજાજનોની સુરક્ષા માટે સરકારે ઉભી કરેલી વ્યેવસ્થાડમાં જે અશ્વોને સમાવાયા છે તેમને ખુદ સરકારની લાપરવાહીના પગલે જ ભૂખ્યાભ રહેવાનો વારો આવ્યો છે. કારણ..આ અશ્વોને રોજેરોજ ખોરાકમાં જે લીલુ ધાસ અપાતું હતું તેના રૂ. ૮૪ લાખનું છેલ્લા બાર મહિનાનું બિલ સરકારે ચૂકવ્યુંર જ નથી. પરિણામે અમદાવાદના સપ્લાાયરે નાછુટકે છેલ્લા બે દિવસથી લીલા ધાસનો સપ્લાબય બંધ કરી દીધો છે. હવે આ અશ્વોને જીવિત રાખવા પોલીસ અધિકારીઓ સૂકું ધાસ ખવડાવે છે. આ સ્થિીતિ ક્યાંન સુધી ચાલશે તેનીખાતરી ખુદ અધિકારીઓ પાસે જ નથી.

અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં અત્યારે ૧૬૦ જેટલા અશ્વો છે. આમ તો અમદાવાદના ઘોડા કેમ્પે ખાતે આનું મહેકમ ૧૨૪ છે. પરંતુ અન્ય જિલ્લાઓમાંથી ટ્રેનિંગ માટે પણ અશ્વોને અહીં લાવવામાં આવે છે.