ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શનિવાર, 29 સપ્ટેમ્બર 2007 (10:08 IST)

રાહુલ ગાંધી ગુજરાતી શીખી રહયા છે !

ગુજરાતીમાં પ્રચાર કરીને ગુજરાતીઓની દિલ જીતશે

અમદાવાદ (વેબદુનિયા) આ વર્ષના અંતમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની હોવાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે ટક્કર લેવા કોંગ્રેસ પક્ષના યુવાન નેતા રાહુલ ગાંઘી તૈયારીમાં લાગી ગયા છે. સૌપ્રથમ તો ગુજરાતી ભાષા હાલામાં શીખી રહયા છે. રાહુલ ગાંધી ભલે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું નસીબ ચમકાવવામાં અસફળ રહયાં હોય પરંતુ તેઓને ગુજરાતમાં સફળ થવાથી પુરી આશા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ ગાંધી હાલમાં ગુજરાતી ભાષા શીખી રહયા છે કારણકે તેઓને ગુજરાતીમાં પ્રચાર કરીને ગુજરાતીઓના દિલ જીતી લેવા છે. જ્યાં સુધી ચુંટણી પ્રચારની વાત છે તો તેમણે ગુજરાતી સિંહ નરેન્દ્ર મોદીનો સામનો કરવાનો છે, તેમાંતો તેમના મમ્મી પણ ફાવી નથી શકયા ત્યારે દિકરા શું કરી શકશે તે જોવાનું રહયું. મોદી હંમેશા એવો દાવો કરે છે કે ગુજરાતની પાંચ કરોડ જનતા તેની સાથે છે ત્યારે કોંગ્રેસ યુવા નેતા રાહુલ તેનો જડબાતોડ જવાબ શું આપે છે તે જોવાનું રહયું.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સુત્રોના જણાવ્યું કે નહેરૂ-ગાંધી પરિવાર જનોનો વંશજ રાહુલ ગાંધી હાલમાં ગુજરાતી શીખી રહયો છે.

આ બાબતે કોંગ્રેસના સ્થાનિક વિદ્ધવાનો કહે છે કે રાહુલ ગાંધી ગુજરાતીમાં પ્રચાર કરશે તો જરૂર ગુજરાતીઓના દિલ જીતવામાં સફળ થશે.