.....આપણી ફરજ નથી કે આપણે કુદરતના ઘા ભરી દઇએ?

આજે વિશ્વ પર્યાવરણ દિવસ

વેબ દુનિયા| Last Modified બુધવાર, 5 જૂન 2013 (15:06 IST)

P.R
આપણે ત્‍યાં દર વર્ષે પ જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતું આપણે જે રીતે જીવી રહ્યા છીએ તે જોતા આ દિવસની ઉજવી કેટલી વ્‍યજબી ગણી શકાય? સાદા શબ્‍દોમાં કહીએ તો પર્યાવરણ એટલે આપણી આસપાસની જમીન, હવા, પાણી, પ્રાણીઓ, વન્‍ય સૃષ્‍ટી અને જૈવીક કચરો. પૌરાણીક સમયમાં આપણે કુદરતી તત્‍વોની પૂજા કરતા, આપણે જાણતા અને સમજતા કે કુદરત માનવજાતને સમૃધ્‍ધ કે નષ્‍ટ કરી શકે તેટલું મહત્‍વનું પરીબળ છે. આપણે સફળતાની દોડમાં આ વાત ભૂલી ગયા છીએ.

આપણે પર્યાવરણ સાથે સાચા સંદર્ભમાં કઇ રીતે સંકળાયેલા છીએ? આપણે બે પ્રકારના સંપર્કમાં આવીએ છીએ. એક કુદરતી સંપત્તીનો આપણે તેના માલીક હોઇએ તેમ ઉપયોગ કરેલ છે. હવે આપણે આ અમૂલ્‍ય સંપત્તીની ખુબ ખેંચમાં છીએ. બીજુ નુકશાન તો પહેલા નુકશાન કરતા પણ ભયંકર છે. જે આપણે આપણા સ્‍વાસ્‍થ્‍યને કારણે નસ્‍ટ કરી નાખ્‍યુ છે. જેમાં આપણે પર્યાવરણ તરફે કરેલી અગણીત ભુલોનો સમાવેશ થાય છે. આપણી જીવનશૈલી, કુદરતી અને માનવનિર્મિત કાયદાઓથી પર જવાની કુટેવ, ઔદ્યોગીક અન જોખમી વ્‍યવસાયમાં સફળતા માટેનો અંતિમવાદી અભિગમ. આપણે ‘સંતુલીત વિકાસ' એટલે કે પર્યાવરણને નુકશાન વગર પ્રગતીનો વિચાર અપનાવતા જ નથી. આપણે તદન સમાન્‍ય નિયમો બનવી શકીએ. જેમ કે તમામ કુદરતી સ્‍તોત્રનો આપણી પોતાની કીંમતી સંપત્તીની જેમ વપરાશ કરવો. પર્યાવરણની સાચવણી, રક્ષણ અને ઉછેરના નિયમોનું પાલન. ઓછામાં ઓછુ એક ઝાડ ઘર આંગણે વાવીએ. એપાર્ટમેન્‍ટમાં રહેતા હોઇએ તો પણ બાલ્‍કનીમાં થોડા છોડ વાવીએ. કાગ કે પ્‍લાસ્‍ટીકની બેગને બદલે કાપડની બેગ્‍સ વાપરવા આગ્રહ રાખીએ. વાહનોને નિયમિત ગેરેજ લઇ જઇએ પ્રદુષણ ફેલાવતુ અટકાવીએ. સુર્ય ઉર્જાનો મહત્તમ લાભ લઇએ. જરૂર ન હોય ત્‍યારે વાહનમાં હોર્ન વગાડવાનું ટાળીએ. જો આપણે આટલુ કરી શકીએ તોય ઘણુ કહેવાશે. સરકારને કે સત્તાધીશોને દોષ દેવાને બદલે જાતે જ નાના હકારાત્‍મક પગલા લઇએ. જો કુદરત આપણા ઘા ભરી દેતી હોય તો આપણી ફરજ નથી કે આપણે કુદરતના ઘા ભરી દઇએ?


આ પણ વાંચો :