વ્યંગ્ય કથા - દાળ હવે મેહમાનો માટે  
                                       
                  
				  				   
				   
                  				   હાલ જ દુલારીના પુત્ર ભૂરિયાએ પિઝા ખાવાની જીદ કરતા શાળામાં અપાતા મધ્યાન્હ ભોજનની મઝાક ઉડાવી કે આ જાનવરોને ખાવા લાયક ભોજન છે, ત્યારે બધા શિક્ષકગણ ચોંકી ગયા. નિષ્કર્ષ કાઢવામાં આવ્યુ કે બાળકોનુ બૌધ્ધિક સ્તર વધી ગયુ છે. ભૂરિયાએ મુખ્યમંત્રીને 'ટેંશનવાળી અંગ્રેજી'માં ઈ-મેલ કર્યો કે મધ્યાન્હ ભોજનમાં 'ભારતીય ઉચ્ચ વ્યંજન' પિઝા વિદ્યાર્થીઓને આપવુ જોઈએ. આવુ ન કરી શકતા હોય તો ગ્રામીણ ક્ષેત્રોમાંથી ટીવી પર પિઝાની જાહેરાત સિગ્નલ મોકલવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ.  અમે ગરોળીવાળુ મધ્યાન્હ ભોજનનો વિરોધ કરીએ છીએ, અમને પિઝાવાળુ જમણવાર જોઈએ. ટૂંકમાં વાત એ હતી કે ભારતીય વાતાવરણ સંપૂર્ણ રીતે વિકસિત થઈ ચૂક્યુ છે. પ્રમાણની જેણે ચિંતા હોય એ દાળ સહિત બધી ખાસ વસ્તુઓના ભાવ જોઈ લે.  તુવેરની દાળ તો હવે દવા જેવી થઈ ગઈ છે, ખૂબ જરૂરી લાગે તો લેવી. હજુ ગઈકાલે જ તો શ્રીમતીજીને 50 રૂપલ્લી આપીને દાળ ખરીદવા મોકલી હતી, કારણ કે શાકભાજીઓ ખાવાની હેસિયત તો આપણી છે જ નહી, પરંતુ હવે તો કરિયાણાવાળાઓએ દાળ ખાવાનો ભારતીય અધિકાર પણ છીનવી લીધો છે. બોલ્યો દાળ નેવુ રૂપિયા કિલો છે.  મેં મારી આદત મુજબ તેણે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સુધી જવાની ધમકી આપી તો તેણે છાપાનુ વેપાર પેજ બતાવીને સોના-ચાંદીની જેમ ચમકી રહેલ દાળના ભાવ મને બતાવ્યા. હું તરત જ સફેદ કોલરવાળો બની ગયો. મેં કહ્યુ - ઠીક છે ભાઈ સો ગ્રામ પેક કરી દો. ઘરે આવીને મેં થોડી ઝપકી લીધી તો મે શોર્ટ સ્વીટ ઉંધ દરમિયાન માર ડોક્ટર નત્થુલાલને દર્દી ફત્તુલાલને એવુ કહેતા સાંભળ્યા કે 'જુઓ ફત્તૂ પાંચ કે સાત દાણા દાળના લેજે. તેમા 75 રૂપિયા કિલોથી સસ્તાવાળા ચોખા મિક્સ કરીને ખિચડી બનાવજે. આ જ તારુ પથ્ય છે. યાદ રાખજે કે જો સાતથી વધુ દાણા દાળના લઈશ તો હજમ નહી કરી શકે.  ત્યારે દાદી દેખાઈ. એ પૂછી રહી હતી - 'રાજૂ બતાવ તો એક કિલો દાળમાં કેટલા દાણા હોય ?એક જમાનો હતો જ્યારે દાળ ખાનારાઓને ફકીર, હકીર અને ગરીબ તરીકે ઓળખવામાં આવતા હતા.  તેઓ એવુ ગાતા ફરતા હતા કે - દાળ રોટલી ખાવ પ્રભુના ગુણ ગાવ'. એ વાત હવે જૂની વાત થઈ ગઈ છે. હવે કોઈ માયકા લાલની હિમંત નથી કે થાળીમાંથી દાળ એવુ કહીને ફેંકી દે કે શુ રોજ રોજ દાળ બનાવો છો, હવે તો લોકો ઘરે એવુ પૂછે છે કે દાળ ક્યારે બનાવશો ? દાળ ખાઈને યુવાન થઈને વૃધ્ધ થયેલા લોકો હવે નવી પેઢીને જોઈને મૂછો પર તાવ આપવા શરૂ કરી દીધા છે.  તેઓ ગર્વથી કહે છે કે તેમણે રોજ સવાર-સાંજ દાળ ખાધી છે.  જ્યારે કે તેમની પેઢીની મા તેમને કહે છે કે 'દાળ ન ખાઈશ, ચટણી સાથે રોટલી ખા. દાળ મેહમાનો માટે રાખી મૂકી છે'.  - 
રાજેશ પત્કી ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ