શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

સંબંધ લાગણીનો

આ એક સામાન્ય બસ હતી અને સ્વરરૂપસિંહ તેમા ડ્રાઈવર હતો. બસ ધીમી ગતિએ જઈ રહી હતી. મુસાફરોએ વિચાર્યુ કે ગર્દીમાંથી બહાર આવીને બસ ઝડપી થઈ જશે. પણ એવુ ન થયુ. સરૂપ સિંહના હાથ આજે સખત જ નહી નરમ પણ હતા. ભારે જ નહી હલકા પણ હતા. તેમનુ દિલ આજે ખૂબ જ પીગળી રહ્યુ હતુ, તે કદી બસને તો કદી સવારીઓને તો કદી બહાર લાગેલા વૃક્ષોને જોઈ રહ્યો હતો. જેમ કે તેમાં કોઈ ખાસ વાત હોય. કંડકટર આ રહસ્યને જાણતો હતો. પરંતુ મુસાફરો ધીમી ગતિથી પરેશાન થઈ ગયા.

ડ્રાઈવર સાહેબ, જર ઝડપથી ચલાવો, આગળ પણ જવાનુ છે. એકે તીખા સ્વરે કહ્યુ.

સરૂપસિંહએ મીઠાસ ઘોલતા કહ્યુ - 'આજ સુધી મારી બસનુ એક્સીડંટ નથી થયુ.

આ સાંભળી સવારીઓ વધુ ઉત્તેજીત થઈ ગઈ. બે-ચારે તો આગળ પાછળ કહ્યુ, આનો મતલબ એ નહી કે વીસ-ત્રીસ પર ઢીચમ-ઢીચમ ચલાવો.

પ્રયત્ન કરવા છતાં સરૂપ સિંહ બસ ઝડપથી નહોતો ચલાવી શકતો. બસમાં શોર વધતા તેણે બસ રોકી દીધી.

પોતાનો આંસુથી છલકતો ચહેરો ફેરવીને તે બોલ્યો - વાત એમ છે એક આ રસ્તા સાથે મારો ત્રીસ વર્ષથી સંબંધ છે. આજે આ મારો છેલ્લો દિવસ છે. બસના સ્થળે પહોંચીને હું રિટાયર થઈ જઈશ, તેથી બસ ધીમે ચલાવી રહ્યો છુ.