શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ચનાચટ વડા

N.D
સામગ્રી - ચણાની દાળ 2 વાડકી, હીંગ ચપટી, આદુનો ટુકડો અડધો ઈંચ, મીઠુ, લાલ મરચું, લીલા ધાણા, સમારેલા લીલા મરચાં, એક ડુંગળી ઝીણી સમારેલી, 5/6 કતરેલી બદામ, તળવા માટે તેલ, 1/4 વાડકી પનીર મસાલો.

બનાવવાની રીત - ડુંગળી અને બદામના ટુકડાને પનીરમાં મિક્સ કરીને 8-10 નાના નાના બોલ બનવી લો. પલાળેલી ચણાની દાળને હિંગ, આદુ,મીઠુ અને લાલમરચુ નાખીને કકરી વાટી લો. લીલા મરચા અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. દાળના પણ 8-10 બોલ બનાવી લો. તેલ ગરમ કરો. દાળના બોલને ચપટા કરીને તેમા પનીરના બોલ મુકો. હવે આ બોલને થાપીને વડાનો શેપ આપો અને ગરમ તેલમાં કુરકુરા તળી લો. દહીં, સોસ કે ચટની સાથે ગરમા ગરમ સર્વ કરો.