શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

મકાઈ મેચૂરિયન પકોડા

N.D
સામગ્રી - 4-5 તાજી નરમ મકાઈ, સ્વાદમુજબ મીઠુ, અડધો કપ બેસન, 1 શિમલા મરચુ, 1 ડુંગળી, અદધો કપ કોબીજ(બધા ઝીણા સમારેલા), 1 ટી સ્પૂન આદુ-મરચાંનુ પેસ્ટ, 1 ટી સ્પૂન ચીલી સોસ, 2 ટી સ્પૂન સોયા સોસ અને તળવા માટે તેલ.

બનાવવાની રીત - મકાઈને છીણી લો, પછી તેમા ઝીણી સમારેલી શાકભાજી, બંને સોસ, મીઠુ, આદુ અને લીલા મરચાંનુ પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. આ તેલમાં મકાઈના મિશ્રનવાળા પકોડા મધ્યમ તાપ પર તળી લો. સોનેરી થતા કાઢીને તેને પેપર પર મુકો જેથી વધારાનુ તેલ નીકળી જાય. આને સોસ કે પછી ચટણી સાથે સર્વ કરો.