શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સાઉથ ઈંડિયન રેસીપી - ટોમેટો રસમ

P.R
સામગ્રી - 4-5 ટામેટા, 1 નાની ચમચી જીરું, 8-10 કાળા મરી, 3 લવિંગ, એક ટૂકડો તજ, 1 ઇંચ લાંબો ટૂકડો આદું, 2 નાની ચમચી તેલ કે માખણ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચા કાપેલી લીલી કોથમીર.

વઘાર માટે સામગ્રી - 1 ચમચાથી થોડું ઓછું તેલ કે માખણ, અડધી નાની ચમચી જીરું, અડધી નાની ચમચી રાઈ, 1-2 ચપટી હિંગ, 8-10 લીમડાના પાન.

બનાવવાની રીત- ટામેટા ધોઇને એક ટામેટાના 8 ટૂકડાં એમ બધાં ટામેટા કાપી લો.

કઢાઈમાં તેલ કે માખણ નાંખી ગરમ કરો. તેલમાં જીરું નાંખી વઘાર કરો અને તેમાં સાથે કાળા મરી, લવિંગ, તજ, મરચું પાવડર નાંખો. ત્યારબાદ તેમાં ટામેટાં, આદું અને એક ચમચી લીલી કોથમીર નાંખી મિક્સ કરો. ઢાકીને ધીમી આંચે ટામેટાં નરમ થાય ત્યાંસુધી ચઢવા દો. ત્યારબાદ આંચ બંધ કરી ઠંડુ થાય એટલે મિક્સરમાં બારીક પીસી લો. આ પેસ્ટ રસમ માટે તૈયાર છે.

રસમના વઘાર માટે - કઢાઈમાં તેલ કે માખણ નાંખી ગરમ કરો. તેલમાં હીંગ, રાઇ નાંખો. જીરું રાઇ તતડી જાય એટલે નાંખો. પછી તેમાં લીમડો, ટામેટાંની પેસ્ટ અને ચાર કપ પાણી તેમજ મીઠું નાંખી ઉભરો આવે ત્યાંસુધી ઉકાળો. તૈયાર છે ગરમાગરમ ટોમેટો રસમ.

ટામેટા રસમને ગરમાગરમ બાઉલમાં કાઢી તેને કોથમીરથી ગાર્નિશ કરો. તમે આને સુપ તરીકે પી શકો છો અને ભાત સાથે પણ ખાઇ શકો છો.

નોંધ - જો તમે લસણ અને ડુંગળીનો સ્વાદ ઇચ્છતા હોવ તો તો એક ડુંગળી અને લસણની 5-6 કળીઓને છોલીને કાપી લો અને તેલમાં જીરું નાંખ્યા બાદ લસણ અને ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાંસુધી સાંતળો. ત્યારપછી ઉપર દર્શાવ્યા પ્રમાણે ટામેટા નાંખી રાંધો અને ઉપર પ્રમાણે જ રસમ તૈયાર કરો. અને હા, જો વધારે ખાટું પસંદ હોય તો રસમમાં આંબલી નાંખી શકો છો.