શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ રેસીપી - પનીર તાશ કબાબ

P.R
સામગ્રી: 1 ટેબલસ્પૂન તાજુ ક્રિમ, 8 સ્લાઈસ ચીઝ, 1 કપ છીણેલું ચીઝ, 1/2 ટિસ્પૂન મરી પાવડર
2 મીડિયમ સાઈઝના ટમેટા, સ્લાઈસ કરેલા, 8 ટેબલસ્પૂન ફૂદિનાની ચટણી, 2 મીડિયમ સાઈઝની ડુંગળી, સ્લાઈસ કરેલી, 400 ગ્રામ પનીર, મેરિનેડ કરવા માટે:

સ્વાદ અનુસાર ચાટ મસાલો : 1/3 કપ દહીં, 2 ટેબલસ્પૂન રાયનું તેલ, 4 ટિસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટિસ્પૂન ગરમ મસાલો, 1 ટિસ્પૂન ધાણાજીરાનો પાવડર, 1 ટિસ્પૂન જીરાનો પાવડર, 2 ટિસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત : પનીરને ટુકડામાં સમારી લો. મેરિનેડ કરવાની સામગ્રીને બરાબર મિક્સ કરો અને ટુકડા કરેલા પનીર પર તેને પાથરી દો. 10 મિનીટ સુધી મેરિનેડ થવા દો. હવે મેરિનેડ કરેલા પનીર પર ફૂદિનાની ચટણી પાથરો. હવે પનીરના દરેક ટુકડા સાથે ડુંગળી અને ટમેટાની એક એક સ્લાઈસ ગોઠવો અને તેને ચીઝની સ્લાઈસ વડે ઢાંકી દો, આ રીતે એક પર એક લેયર બનાવો. ક્રિમ અને પનીરનું મિશ્રણ બનાવો અને તેને સૌથી ઉપરના ચીઝ-પનીરના લેયર પર પાથરો, હવે સૌથી છેલ્લે એક ચીઝ સ્લાઈસ ગોઠવો. આ સામગ્રીને ઓવનમાં 10 મિનીટ સુધી મીડિયમ ટેમ્પરેચર પર બેક કરો.

તૈયાર છે પનીર તાશ કબાબ. એક સરખા ટુકડામાં કાપીને સર્વ કરો.