કટોરી ચાટ

katori chat
Last Updated: શનિવાર, 23 ઑગસ્ટ 2014 (18:27 IST)


સામગ્રી: વાટકી માટે :મેદો-½ કપ,માખણ 1/4 કપ,મીઠું
1/4 ચમચી
ભરણ
માટે:1 કપ મિશ્ર સ્પ્રાઉટસ ,જીરું -1/2ચમચી,હીંગ -ચપટી,2 ચમચી લાલ મરી પાવડર, ધાણા-જીરું પાવડર -2 ચમચી,હળદર પાવડર -1/4 ચમચી,1 ચમચી ચણા મસાલા,આમચૂર -1 ચમચી,2 ચમચી તેલ, મીઠું સ્વાદપ્રમાણે.

સર્વિંગ માટે :ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી,દહીં,સેંવ ,ચાટ મસાલા

બનાવવાની રીત - કટોરી બનાવવા માટે સૌથી પહેલા મેંદો ,માખણ,મીઠુંને મિક્સ કરી લોટ બાંધીલો. એને બે ભાગોમાં વહેંચી લો હવે એક ભાગને જાડો વળી લો હવે એને વાટકીથી ગોળ કાપી લો. અને મોલ્ડસની રીતે શેપ આપી દો.ફોક થી પિક કરો એને ગર્મ ઓવનમાં 230 ડિગ્રી પર 15 મિનિટ માટે શેકો. હવે એને ઠંડો થવા દો. ભરણ માટે એક પેન માં તેલ ગર્મ કરી હિંગ ,જીરું નાખો . પછી સ્પ્રાઉટસ નાખો હવે ધાણા-જીરું પાવડર, લાલ મરચાંની પાવડર, હળદર પાવડર, ચણા મસાલા,આમચૂર ,મીઠું અને થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરો.હવે વાટકીમાં ફિલિંગ નાખો ઉપરથી દહી,ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી,,સેંવ ,ચાટ મસાલા નાખી સર્વ કરો.


આ પણ વાંચો :