કાચી કેરીના પરાઠાં

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 1/4 કપ કાચી કેરીનુ છીણ, 1/4 કપ કપ તાજુ છીણેલુ પનીર અથવા 1/4 કપ તાજુ ખમણેલુ નારિયળ, 1 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 1/8 ટી સ્પૂન હળદર, એકથી દોઢ ચમચી દળેલી ખાંડ, 1/2 કપ ઘઉંનો લોટ,જરૂર પૂરતુ ચોખાનુ અટામણ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ કેરીના છીણમાં પનીર અને બધા મસાલા મિક્સ કરો. પછી તેમાં ઘઉંનો લોટ નાખી કણક લોટ બાંધો. પનીરને કારણે પાણીની જરૂર નથી પડતી અને પડે તો થોડુંક પાણી છાંટો. આ લોટના એક સરખા ભાગ કરી દરેકના પરાઠા બનાવો. આ પરાઠાને તવા પર તેલ નાખી તળી લો. ગરમાં ગરમ પરાઠા ટામેટાના સૂપ સાથે અથવા તો દહી સાથે પીરસો.

આ પરાઠાં ટેસ્ટી હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ છે.


આ પણ વાંચો :