ગાજરનો મુરબ્બો

વેબ દુનિયા|

P.R
સામગ્રી - નરમ ગાજર 1 કિલો, લીંબૂ 1, એસેંસ, ઈલાયચી 4

બનાવવાની રીત - આકારમાં મોટી પરંતુ નરમ ગાજરના ઉપરનું પાતળુ છાલટુ છોલી નાખો. હવે ગાજરને એ રીતે કાપો કે તેના વચ્ચેનો કડક ભાગ સરળતાથી જુદો થઈ જાય.

આ ટુકડાને પાણીમાં થોડા ઉકાળી લો. પાણી નિતારી સૂકવા માટે થોડી વાર મૂકી દો. ખાંડની ચાસણી બનાવો. તેમાં લીંબૂ નીચોડી દો. એક તારની ચાસણીમાં ઉકાળેલા ગાજરના ટુકડા નાખી દો. ગેસ પર થોડીવાર બાફો.
ચાસણી ઘટ્ટ થાય કે ઉતારી ઠંડુ કરી લો. વાસણમાં ભરતા પહેલા વાટેલી ઈલાયચી અને એસેંસ ભેળવી દો.


આ પણ વાંચો :