ચટપટી રેસીપી - કઢાઈ મશરૂમ

P.R
સામગ્રી - 250 ગ્રામ મશરૂમ, 2 ડુંગળી, 1 કેપ્સિકમ, 3-4 ટામેટા, 1/2 ઇંચ આદું, 4થી 5 કળી લસણ, 3-4 લીલી મરચાં, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરૂં પાવડર, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 કપ પાણી, 4 ચમચી ઘી. ગાર્નિશિંગ માટે કાપેલી કોથમીર.

વેબ દુનિયા|
બનાવવાની રીત - મશરૂમનો ધોઇને સ્લાઇસમાં કાપી લો. મિક્સરમાં આદું, લસણ અને લીલા મરચાં પીસો અને તેમાં થોડું પાણી મિક્સ કરો. હવે કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં ડુંગળી નાંખી થોડી ભૂરા રંગની થાય ત્યાંસુધી સાંતળો, પછી તેમાં ઉમેરો આદું-લસણની પેસ્ટ. હવે તેમાં ટામેટાં, કેપ્સિકમ તથા મીઠું નાંખી બે મિનિટ સુધી સાંતળો. ત્યારપછી તેમાં ઉમેરો હળદર, લાલ મરચું અને ધાણાજીરૂ. લાગે કે ટામેટા બરાબર સંતળાઇને ગ્રેવી જેવા થઇ ગયા છે એટલે આ મિશ્રણમાં કાપેલા મશરૂમ નાંખી એક કપ પાણી ઉમેરી ચઢવા દો. પાણી નાંખ્યા બાદ ગ્રેવી બરાબર ઘટ્ટ થઇ જાય એટલે કઢાઈને ગેસની આંચ પરથી ઉતારી લો અને કાપેલી કોથમીરની ગાર્નિશ કરો. તૈયાર છે કઢાઈ મશરૂમ. તેને ગરમાગરમ નાન કે પરોઠાં સાથે પીરસો.


આ પણ વાંચો :