ચણા પુલાવ : વેજીટેબલ બિરિયાની

વેબ દુનિયા|

P.R
સામગ્રી - કાબુલી ચણા 1 કપ, ઘી - 2 ચમચી, જીરુ - 1 ચમચી, લવિંગ - 5, તજ - 1 ઈંચ, કાળી ઈલાયચી - 1, બાસમતી ચોખા 2 કપ, સમારેલી ડુંગળી - 1, આદુ-લસણનું પેસ્ટ એક ચમચી, ટામેટુ 1 કાપેલુ, લીલા મરચાં - 2 ઝીણા કાપેલા, લાલ મરચું - અડધી ચમચી, પુલાવ મસાલા - અડધી ચમચી, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - આખી રાત પલાળેલા કાબુલી ચણાને પલાળી રાખો. સવારે તેને પ્રેશર કુકરમાં નાખી 2 સીટી વગાડી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા જીરું, લવિંગ, ઈલાયચી અને તજ નાખીને હલાવો. થોડીવાર પછી તેમા લીલા મરચાં અને ડુંગળી નાખીને 3-4 મિનિટ થવા દો.

ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ નાખો અને તેને પણ થોડીવાર સુધી હલાવો. પછી ટામેટા અને મીઠુ નાખીને ચાર-પાંચ મિનિટ થવા દો. ટામેટા મેશ થઈ જાય કે તેમા બાફેલા ચણા નાખી દો. હવે લાલ મરચું અને પુલાવ મસાલો નાખી 2-3 મિનિટ થવા દો. હવે તેમા ધોયેલા બાસમતી ચોખા અને ત્રણ કપ પાણી નાખીને ઢાંકી મુકો. 15 મિનિટ સુધી ધીમા તાપ પર પુલાવને બફાવા દો.
તૈયાર છે તમારો ચણા પુલાવ. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.


આ પણ વાંચો :