ટેસ્ટી રેસીપી - ચીઝ કોર્ન પકોડા

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 3-4 મકાઈ, 100 ગ્રામ પનીર, સ્વાદામુજબ મીઠુ, 2 ટેબલ સ્પૂન બેસન, 1/2 ટી સ્પૂન લીલા મરચા (ઝીણા કાપેલા) 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા, 1/2 ટી સ્પૂન લાલ મરચુ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ મકાઈને સાફ કરી છીણી લો. છીણેલી મકાઈમાં મીઠુ, લીલા મરચાં, ચણાનો લોટ, બેકિંગ સોડા, લાલ મરચાંનો પાવડર નાખી ખીરું તૈયાર કરો. પનીરને ચોરસ સ્લાઈસમાં કાપી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો.

પનીરની સ્લાઈસોને એક-એક કરી મકાઈના ખીરામાં ડૂબાવો અને ગરમ તેલમાં નાખતા જાવ. સોનેરી રંગ થતા સુધી તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચીઝ કોર્ન પકોડા. આ પકોડા લીલી ચટણી અને સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :