દૂધીનુ મિક્સ સૂપ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - દૂધી - 250 ગ્રામ, ગાજર - 1, ફણસી-25 ગ્રામ, સેલરી - 1, બટાકા-1, ડુંગળી - 1, લીલા વટાણા - 50 ગ્રામ, માખણ એક નાની ચમચી, દૂધ અડધો કપ, કોર્ન ફ્લોર અડધો ટેબલ સ્પૂન, મરીનો ભૂકો 1/2 ટી સ્પૂન, તજનો પાવડર - 1/2 ટી સ્પૂન, તાજુ ક્રીમ - અડધો કપ, મીઠું પ્રમાણસર.

બનાવવાની રીત - સૌ પ્રથમ ગાજર અને દૂધીને છોલીને ધોઈ વચ્ચેનો સફેદ ભાગ કાઢી કટકા કરવા. ફણસી, સેલરી અને ડુંગળી સમારી લેવી. બધુ ભેગુ કરી તેમા વટાણા અને 3 કપ પાણી નાખીને બાફી લેવુ. સારી રીતે બફાય જાય એટલે મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવુ પછી ગાળી લેવુ.

હવે કઢાઈમાં માખણ ગરમ કરો અને તેમા શાકનુ મિશ્રણ નાખીને ઉકાળો તેમા કોર્નફ્લોર મિક્સ કરી નાખો. બરાબર ઉકળે એટલે તાપ ધીમો કરી મીઠુ, મરીનો ભૂકો, તજનો પાવડર નાખીને સારી રીતે હલાવવુ અને ક્રીમથી સજાવીને સર્વ કરવુ.


આ પણ વાંચો :