પંચરત્ની કઢી

નઇ દુનિયા|
N.D
સામગ્રી - 250 ગ્રામ દહીં, 50 ગ્રામ બેસન, 1/2 કપ લીલા ચણા, 1 બટાકુ(સમારેલુ), 2-3 સરગવાની શીંગો, 2 મોટી ચમચી મૂળાના પાન(ઝીણા સમારેલા), 2 લીલા મરચાં, 2 ટેબલ સ્પૂન ઘી, 1 ચપટી હિંગ, કઢી લીમડો, 1/2 ટી સ્પૂન રાઈ, મીઠુ.

બનાવવાની રીત - સૌ પહેલા દહીમાં બેસન, મીઠુ, લાલ મરચું અને 2 કપ પાણી નાખીને ફેંટી લો. વાસણમાં ઘી ગરમ કરો. હીંગ, રાઈ, કઢી લીમડો, લીલા મરચાં નાખો. રાઈ તતડવા પર દહી-બેસનનુ મિશ્રણ નાખો અને સતત હલાવતા થવા દો. ઉકાળો આવતા બધી શાકભાજીઓ નાખો. ધીમા તાપ પર કઢીને 15 મિનિટ થવા દો. સ્વાદિષ્ટ પંચરતની કઢી તૈયાર છે. તેને રોટલી સાથે ગરમા ગરમ પીરસો.


આ પણ વાંચો :