પંજાબી વાનગી - શાહી પનીર કોરમા  
                                       
                  
                  				   સામગ્રી : 250 ગ્રામ પનીર, 4 ટામેટા, 3 ડુંગળી, 1 મોટું આદું, 2 લીલા મરચાં, 1 કપ દૂધનો માવો, 1 કપ મલાઇ, 1/2 ચમચી લાલ મરચાનો પાવડર, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ઘી, મીઠું- સ્વાદાનુસાર. બનાવવાની રીત : સૌથી પહેલા પનીરના નાના-નાના ટૂકડાં કાપી લો. બીજી તરફ એક મિક્સરમાં ડુંગળી, આદું, મરચાં, ટામેટાં ગ્રાઇન્ડ કરી લો. હવે એક ફાય પેનમાં ઘી ગરમ કરો. તેમાં ડુંગળીવાળી પેસ્ટ નાંખીને ત્યાંસુધી સાંતળો  જ્યાંસુધી ઘી કે તેલ અલગ ન થવા લાગે. બાદમાં પેનમાં મલાઇ અને માવો નાંખો અને તેને બે મિનિટ સુધી હલાવતા રહો. ત્યારપછી તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરો. આ મિશ્રણ સંપૂર્ણ રીતે રંધાઇ  જાય એટલે તેમાં ટૂકડા કરેલું પનીર અને અડધો કપ પાણી ભેળવો. જ્યારે ગ્રવી સારી રીતે ઘટ્ટ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને ગાર્નિશિંગ કરી આ રેસિપિ સર્વ કરો.