પનીર ઢોકળા

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 1 વાડકી પનીર, અડધો વાડકી ચોખાનો લોટ, અડધી વાટકી લીલા ધાણાની ચટની, તેલ, રાઈ, હિંગ, મીઠુ, થોડી હળદર બધુ અંદાજથી, લીલા મરચા અને લીલા ધાણા ઝીણા સમારેલા, કોપરાનું છીણ 2 ચમચી.

બનાવવાની રીત - પનીરને છીણી લો. તેમા હળદર, મીઠુ, ચોખાનો લોટ નાખીને એકરસ કરો. લીલી ચટણીમાં કોપરાનું છીણ મિક્સ કરી તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે પનીરના મિશ્રણની નાની ગોળ વાડકી બનાવી લો. તેમા ચટણીની ગોળી મુકો. પનીરની વાડકી બંધ કરીને ગોલ લાડુ બનાવો. ચાયણીમાં તેલ લગાવી બધા લાડુને વરાળમાં બાફી લો હવે લાડુને વચ્ચેથી કાપીને પ્લેટમાં મુકો. ઉપરથી રાઈ, તેલ, હિંગનો વધાર નાખો. લીલા ધાણા, તળેલા લીલા મરચાંથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :