ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

પનીર ભુર્જી

N.D
સામગ્રી - તેલ 2 ટેબલ સ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી પોણો કપ, લાલ મરચું 2 ચમચી, ધાણાજીરુ 2 ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, ગરમ મસાલો અડધી ચમચી, મસળેલુ પનીર એક કપ, ક્રીમ કે મલાઈ 2 ટેબલ સ્પૂન, માખણ એક ટેબલ સ્પૂન, ઝીણા સમારેલા લીલા ધાણા અડધો કપ.
વાટવા માટે એક ડુંગળી, એક ટામેટુ, એક લીલુ મરચું, 1 ટી સ્પૂન છીણેલુ આદુ.

બનાવવાની રીત : વાટવાનો મસાલો મિક્સરમાં વાટી લો. હવે થોડા તેલમાં ડુંગળી નાખીને સાંતળો. પછી તેમા વાટેલો મસાલો નાખીને સાંતળો. મસાલો તેલ છોડવા લાગે ત્યારે તેમા હળદર, લાલ મરચું, ગરમ મસાલો,ધાણા જીરુ, મીઠુ અને ખાંડ નાખીને, થોડુ વધુ સેકો. હવે મસાલામાં મસળેલુ પનીર, ક્રીમ કે મલાઈ અને માખણ નાખીને વધુ સેકો. પછી ઉપરથી લીલા ધાણા નાખીને સર્વ કરો.