પાલક-પનીર કચોરી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ મેદો, 150 ગ્રામ પાલક, 100 ગ્રામ પનીર, 1 ચમચી આદુ-લીલા મરચાંનુ પેસ્ટ, 1/4 ચમચી જીરુ, 1/4 ચમચી ગરમ મસાલાનો પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, મીઠુસ્વાદમુજબ, મોણ અને તળવા માટે તેલ.

બનાવવાની રીત - મૈદામાં 1 ચમચી મીઠુ અને લોટની મુઠ્ઠી બંધાય તેટલુ મોણ નાખો અને કુણા પાણીથી સખત લોટ બાંધી અડધો કલાક સુધી ઢાંકીને રાખો. પાલકને ધોઈને ઝીણી સમારી લો. ચમચી ગરમ તેલમાં જીરુ અને વરિયાળી નાખીને આદુ, લીલા મરચાંનુ પેસ્ટ નાખો. 1 મિનિટ સેકીને સમારેલી પાલક, મીઠુ અને અન્ય મસાલા નાખો. ઢાંક્યા વગર 5 મિનિટ સુધી થવા દો.
પનીરને છીણીને પાલકમાં મિક્સ કરો અને મિશ્રણને પાણી સુકાતા સુધી સેકીને ગેસ પરથી ઉતારી લો. મેદાની નાની-નાની લોઈ બનાવીને હાથ પર ફેલાવો અને વચ્ચે એક ચમચી ભરાવન મુકીને ચારે બાજુ પાણી લગાવીને મોઢાને સારી રીતે બંધ કરી દો. આ રીતે બધી કચોરીઓ બનાવી ધીમા તાપ પર સોનેરી થતા સુધી તળી લો. ગરમા ગરમ કચોરી સોસ કે ચટણી સાથે સર્વ કરો.
ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા અશ્વિન તૈયાર છે


આ પણ વાંચો :