ફરાળી વાનગી - રાજગરાનો ચેવડો

વેબ દુનિયા|

P.R
સામગ્રી - રાજગરાનો લોટ 250 ગ્રામ, સીંગદાણા 100 ગ્રામ, તળેલા સાબુદાણા 50 ગ્રામ 150 ગ્રામ ખમણ પત્રી, તળવા માટે તેલ, મીઠુ સ્વાદમુજબ, 10-15 મરીનો પાવડર, લાલમરચુ અડધી ચમચી, દળેલી ખાંડ સ્વાદમુજબ '

બનાવવાની રીત : રાજગરાના લોટમાં મીઠુ, મરી પાવડર નાખી સારી રીતે મિક્સ કરો, થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ સેવ પાડી શકાય તેવો બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહી એવો પ્રમાણસર લોટ બાંધી લો. સેવ પાડવાના સંચામાં તેને ભરી ઝીણી સેવ પાડી તતડતા તેલ માં તળી લો. હવે એક પ્લેટમાં સીંગદાણા તથા ખમણ પત્રી તળીને અલગ રાખો. તળેલી રાજગરાની સેવ પર આ તળેલા દાણા, પત્રી તથા તળેલા સાબુદાણા નાંખો. તેમા ઉપરોક્ટ બધો મસાલો ભભરાવો. દળેલી ખાંડ થોડી વધુ નાખશો તો સારો લાગશે. લો તૈયાર છે ઉપવાસનો ચેવડો.


આ પણ વાંચો :