મકાઈના વડા

વેબ દુનિયા|

N.D
સામગ્રી - નરમ દાણાવાળી મકાઈ - 4-5 નંગ, ચણાનો લોટ - એક વાડકી, કેપ્સિકમ -1 નંગ, ડુંગળી - 1 નંગ, ઝીણી સમારેલી કોબીજ - અડધી વાટકી, આદુ-મરચાની પેસ્ટ - 2 ચમચી, ચિલી સોસ - 1 ચમચી, સોયા સોસ - 1 ચમચી, તળવા માટે તેલ, સ્વાદમુજબ મીઠુ.

બનાવવાની રીત - ચણાનો લોટમાં મકાઈને છીણી તેમા બારીક સમારેલા બધા શાક, બંને સોસ, આદુ-મરચાની પેસ્ટ અને મીઠુ નાખો. આ મિશ્રણને સારી રીતે એકસાર કરી લો. એક કઢાઈમાં તેલ તપાવી ધીમા તાપ પર આ મિશ્રણમાંથી વડા બનાવી સોનેરી રંગના તળી લો. ગરમા ગરમ વડા સોસ કે ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :