- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - શાકાહારી વ્યંજન
મસાલેદાર તલના પુડલા
સામગ્રી - 1 પ્યાલો બેસન, 50 ગ્રામ સફેદ તલ, 1/2 નાની ચમચી મીઠુ, 1/2 ચમચી લાલ મરચુ, 1/2 ચમચી કાળા મરી, 1/2 નાની ચમચી જીરુ, 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી આમચૂર, 1 મોટી ડુંગરી, 1-2 લીલા મરચા, 1 ઈચ આદુનો ટુકડો, 3-4 ચમચી તેલ ઉપરથી નાખો. ઉપરથી નાખવા માટેની સામગ્રીલીલા ધાણા, લીલા મરચાં, ટામેટા, કાકડી, કેરીનુ અથાણુ, ટામેટાનો સોસ.વિધિ - બેસનમાં મીઠુ, લાલમરચુ, કાળા મરી, જીરુ, ધાણા, આમચૂર ભેળવી લો. હવે ડુંગરી અને લીલા મરચાને ઝીણા સમારી લો. આદુ, ધાણા અને બાકી સામગ્રીને પણ બેસનમાં ભેળવી લો, તલ પણ મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી નાખી ખીરુ તૈયાર કરો. તવા પર થોડુ ઘી નાખીને આ ખીરાના પુડલા બનાવી લો. એક પ્લેટમાં પુડલાને કાઢી લો. ઉપરથી ધાણા, લીલા મરચા, અને કાપેલા ટામેટા, ખીરા વડે સજાવી ટામેટાના સોસ સાથે પીરસો.