મિક્સ વેજ સૂપ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 કપ મિક્સ શાકભાજીઓ(ખૂબ ઝીણી સમારેલી), 1 મોટી ચમચી માખણ, સ્વાદમુજબ મીઠુ અને કાળા મરીનો પાવડર, 1 ટેબલ સ્પૂન ટામેટાનો સોસ, 1.2 ટી સ્પૂન આદુ, લસણ પેસ્ટ, 2 ટી સ્પૂન કોર્નફ્લોર, ચપટી ખાંડ(જરૂરી હોય તો).

બનાવવાની રીત - કોર્નફ્લોરને 1/2 કપ ઠંડા પાણીમાં મિક્સ કરી લો. એક પેનમાં માખણને ગરમ કરો. જેમા આદુ, લસણનુ પેસ્ટ નાખીને સેકો. હવે સમારેલી શાકભાજીઓ નાખીને વધુ આંચ પર ગેસ થોડીવાર સ્ટર-ફ્રાઈ કરો. મીઠુ, મરચુ અને 1 કપ પાણી નાખો. ઉકાળો આવતા ટામેટા સોસ, ખાંડ અને કોર્નફ્લોરના મિશ્રણને નાખીને ઉકળવા દો. ઉકાળો આવતા ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :