રજવાડી મસાલા ખિચડી

tometo rice

સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, એક કપ મિક્સ દાળ (ચણાની, તુવેરની, મગની), 1/2 ચમચી હળદર,મરચું પાવ્ડર 1 ચમચી ,
3 નાની ડુંગળી, ચપટી ગરમ મસાલો, 2 ટમેટા, 2-4 લવિંગ ,તજ 2-3 , 1 સમરેલું બટાકા , આખા લાલ મરચા 2-3
લસણ જીણું સમારેલું,આદું 1 ઈંચ બારીક પેસ્ટ ,અડધી ચમચી રાઈ , અડધી ચમચી જીરૂ, 4-5 વઘારનાં મરચાં, 4 નાની ચમચી ઘી
કે તેલ , મીંઠું સ્વાદનુસાર,

બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ- આદુંની પેસ્ટ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી,ટમેટા ,બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.

નોટ- આ મસાલા ખિચડી છે તો તમે એને સ્વાદપ્રમાણે તીખું પણ બનવી શકો છો.


આ પણ વાંચો :