સત્તુના પરાંઠા

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 કપ સત્તુ(ચણાની દાળ અને જવનો), 1 ડુંગળી, 2 લીલા મરચાં, 2 મોટી ચમચી લીલા ધાણા, સ્વાદમુજબ મીઠુ, 1/2 ટી સ્પૂન લાલ મરચુ, 1 મોટી ચમચી દહીં, જરૂર મુજબનુ તેલ.

બનાવવાની રીત - ડુંગળી, લીલા મરચાં અને લીલા ધાણા ઝીણા કતરી લો. હવે સત્તુમાં સમારેલી સામગ્રી, મીઠુ, લાલ મરચું, દહી મિક્સ કરો અને થોડુ પાણી નાખીને નરમ લોટ બાંધી લો. એક નોન સ્ટિક તવો ગરમ કરો. જેના પર થોડુ સત્તુનુ મિશ્રણ મુકીને આંગળીથી થપથપાવીને ગોળાકાર ફેલાવો. જરૂર હોય ત્યારે વચ્ચેથી હાથ પાણીથી ભીના કરી શકો છો. જેનાથી મિશ્રણ સરળતાથી ફેલાય છે. પરાંઠાની વચ્ચે ચમચીના પાછળના ભાગથી 1-2 કાણા પાડીને તેમા થોડુ તેલ નાખી દો. હવે તેને મધ્યમ તાપ પર બંને બાજુથી સોનેરી સેકી લો. લો તૈયાર છે સત્તુનો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પરાઠા. તરત તૈયાર થનારુ આ નાસ્તા માટે ઉત્તમ છે.


આ પણ વાંચો :