સાઉથ રેસીપી - કાલન

P.R
એક એવી છે જે કેરાલામાં વિશુ અને ઓણમ જેવા ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે. કાલનને દહીંના પ્રયોગથી બનાવવામાં આવે છે. આમ તો તે બનાવવાની રીત સાંભર જેવી જ છે પણ તેમાં દહીં હોવાને લીધે તે થોડી અલગ પડી જાય છે. જાણીએ કાલન બનાવવાની સરળ રીત...

સામગ્રી - 2 કાચા કેળા-નાના ટૂકડાંમાં કાપેલા, 4 કાપેલા શક્કરિયા, 3 ચમચી છીણેલું નારિયેળ, 1 સરગવો, 100 ગ્રામ ફેંટેલું દહીં, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી મીઠા લીમડાના પાન, 1 ચમચી રાઈ, 3 લાલ મરચાં, 4 કાપેલા લીલા મરચાં, 1 ચમચી ઘી, સ્વાદાનુસાર મીઠું.

વેબ દુનિયા|
બનાવવાની રીત - બધા શાકભાજીને એક સાથે કાપીને પ્રેશર કૂકરમાં થોડી હળદર નાંખી એક સીટી વાગે ત્યાંસુધી બાફી લો. હવે શાકભાજીના પાણીને કાઢી લો અને એક કઢાઇમાં દહીં નાંખીને બધા શાકને ત્રણ-ચાર મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો. જ્યારે શાકભાજીનું આ મિશ્રણ રંધાઇને ઘટ્ટ થઇ જાય એટલે તેમાં મીઠું, કાળા મરીનો પાવડર નાંખો. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરો. તેમાં રાઈનો વઘાર કરો, ઉપરથી લાલ મરચાં, લીમડાના પાન નાંખો. તૈયાર થઇ જાય એટલે પહેલેથી રંધાઇ ચૂકેલા કાલન પર નાંખી દો. હવે ગેસને બંધ કરી દો અને કાલન પર ઉપરથી છીણેલા નારિયેળ અને લીલી ચટણીથી ગાર્નિશ કરો.


આ પણ વાંચો :