સ્પેશિયલ રેસીપી : સિંધી કઢી

વેબ દુનિયા|

P.R
સામગ્રી: 250 ગ્રામ તુવેર દાળ, 200 ગ્રામ ભીંડી, 50 ગ્રામ ફૂલગોબી (ટુકડામાં સમારેલી), 50 ગ્રામ વાલોળ (ટુકડામાંથી સમારેલી) 1 સરગવાની સિંગ (ટુકડામાં સમારેલી), 1 બટાકું (છાલ ઉતારીને ટુકડામાં સમારેલું), 1-2 ટમેટા (સમારેલા)
1 ડુંગળી (સમારેલી), 2-3 લસણની કળી, 1 તમાલ પત્ર, 1 ટુકડો તજ, 2 લવિંગ, 1 ચપટી હિંગ, 1/2 ટીસ્પૂન મેથીના દાણા, 1/2 ટીસ્પૂન રાયના દાણા, 2 કાશ્મીરી મરચા, 5 કપ પાણી, તેલ (વઘાર માટે)

બનાવવાની રીત:
- તુવેર દાળને 5 કપ પાણી અને સમારેલી ડુંગળી, લસણ અને ટમેટા સાથે પ્રેશર કુકરમાં બાફી લો.
- બફાયેલી આ સામગ્રીને ગ્રાઈન્ડ કરી લો.- એક મોટા સોસ પેનમાં તેલ ગરમ કરીને હિંગ, મેથી અને રાયના દાણા, તજ, લવિંગ, તમાલ પત્ર ઉમેરો. થોડી વાર સાંતળીને તેમાં બાફેલી તુવેર દાળનું મિશ્રણ ઉમેરો. આ દાળને ઉકળવા દો.
- હવે તેમાં સમારેલા બધા જ શાકભાજીને કઢીમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરો.
- આ કઢીને અડધો કલાક સુધી ઉકળવા દો.
- બીજા એક નાના પેનમાં થોડા તેલ સાથે કાશ્મીરી મરચાંને તળી લો. તેને કઢી પર ગાર્નિશ કરો.- ગરમા ગરમ સિંધી કઢી સર્વ કરો.


આ પણ વાંચો :