સ્પ્રાઉટેડ મગનુ સૂપ

નઇ દુનિયા|
N.D
સામગ્રી - 1 કપ લીલા અંકુરિત મગ, 1/2 કપ ડુંગળી(સમારેલી), 2-3 કળી લસણ(સમારેલો), 1 ટામેટુ સમારેલુ, સ્વાદમુજબ મીઠુ, દળેલુ લાલ મરચુ/કાળા મરીનો પાવડર, સજાવવા માટે લીલા ધાણા, 1 ટેબલ સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન જીરુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ કુકરમાં તેલ ગરમ કરો. તેમા જીરુ તતડાવો. સમારેલુ લસણ અને ડુંગળી નાખીને સેકો. ગુલાબી થતા અંકુરિત મગ, ટામેટા, મીઠુ, મરચુ નાખીને થોડીવાર સેકો. હવે 3-4 કપ પાણી નાખીને મગ એકદમ બફાય જાય ત્યા સુધી કુકરમાં સીટી આપો. પૌષ્ટિક, સ્વાદિષ્ટ સ્પ્રાઉટેડ મગનૂ સૂપ તૈયાર છે. તેને લીલા ધાણાથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :