સ્પ્રાઉટેડ વેઝ ચટપટા

નઇ દુનિયા|
N.D
સામગ્રી - મગ, મઠ, ચોળા(દેશી), મગફળી દાણા અને વટાણા, દરેક અંકુરિત કરેલા 25-25 ગ્રામ, ડુંગળી, કાકડી, ટામેટા(1-1) ઝીણા સમારેલા, લીલા ધાણા ઝીણા સમારેલા, 2-3 લેલા મરચા ઝીણા સમારેલા, પાલક અને કોબીઝ એક મોટી વાડકી ઝીણી સમારેલી, બે ચમચી તેલ, વઘાર માટીક ચમચી જીરુ અને રાઈ, લીંબૂ અને મીઠુ સ્વાદમુજબ.

સજાવવા માટે - દાડમના દાણા એક વાડકી અને લીલા ધાણા
બનાવવાની રીત - મગ, મઠ, ચોળા, મગફળીના દણા, ચણા, વટાણાને આખી રાત પલાળો. સવારે ચોખ્ખા પાણીથી ધોઈને તેને અંકુરિત થવા માટે મુકી દો. અંકુરિત અનાજને ઉકળતા પાણીમાં બે મિનિટ નાખો. પાણીને સારી રીતે નિતારીને બહાર કાઢી લો. તમે ઈચ્છો તો તેને કાચા પણ ઉપયોગમાં લઈ શકે છે. હવે સારી રીતે ધોયેલા ડુંગળી, કાકડી, ટામેટા, કોબીજ, પાલક, લીલા ધાણા વગેરેને અંકુરિત અનાજની સાથે મિક્સ કરી લો. તેમા થોડું મીઠુ ઉપરાંત થોડુ સંચળ પણ નાખો અને એક વાર ફરીથી સારી રીતે મિક્સ કરી લો. હવે તેલને એક પેનમાં ગરમ કરી તેમા જીરુ, રાઈનો વધાર લગાવો અને આ વઘાર તૈયાર મિશ્રણમાં ઉપરથી નાખો. દાડમના દાણા અને લીલા ધાણાથી સજાવીને સર્વ કરો. આ ચાટમાં તમે ટામેટાને બદલે સોસ પણ નાખી શકો છો. તમે થોડું જીરાવન પણ નાખી શકો છો. અંકુરિત અનાજ અને શાકભાજીઓની સંખ્યા તમારા ઈચ્છા પ્રમાણે રાખી શકો છો. દહીં સાથે પણ આને ખાઈ શકો છો.


આ પણ વાંચો :