સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી - મલાઈ પનીર

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 250 ગ્રામ પનીર, 3 ડુંગળી, 2 ચમચી કાપેલું આદુ, 1 ચપટી હળદર, 1 ચમચી કાળા મરીનો પાડવર, 2 ચમચી કસુરી મેથી, 3 ટી-કપ મલાઈ, થોડી લીલી કોથમીર, 1 લીલું કેપ્સિકમ, 1 લાલ કેપ્સિકમ, 2 ચમચા તેલ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - સૌથી પહેલા પનીરને બરાબર એકસરખા ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ ડુંગળી, આદુ અને લીલી કોથમીર પણ કાપી લો. કેપ્સિકમને પણ પનીરની જેમ જ કાપી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરી ડુંગળીને ત્યાંસુધી તળો જ્યાંસુધી તે સામાન્ય સોનેરી રંગની ન થઇ જાય. હવે તેમાં કાપેલું આદુ, કસુરી મેથી, કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરો. હવે તેમાં કેપ્સિકમ નાંખી થોડીવાર સુધી ચઢવા દો. પછી તેમાં હળદર અને પનીર નાંખી સારી રીતે મિક્સ કરો. ઉપરથી ફ્રેશ મલાઇ નાંખી સારી રીતે ગરમ થવા દો. બધી સામગ્રી બરાબર મિક્સ થઇ જાય એટલે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.


આ પણ વાંચો :