સ્વાદિષ્ટ પાલક કઢી

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ પાલક, 100 ગ્રામ બેસન, 100 ગ્રામ દહી, 1 મોટી ચમચી તેલ, 2 ચપટી હીંગ, 1/4 નાની ચમચી જીરુ, સમારેલુ લસણ 4-5 કળી, બે આખાં લાલ મરચા, 1/4 નાની ચમચી લાલ મરચું, મીઠુ સ્વાદમુજબ, લીલા ધાણા(ઝીણા સમારેલા).

બનાવવાની રીત - પાલકની કઢી બનાવવા માટે સૌ પહેલા પાલકને સાફ કરીને સારી રીતે ધોઈ લો. પછી પાલકને ઝીણી સમારી લો.

હવે દહીને સારી રીતે ફેંટી લો. તેમા બેસન નાખીને મિક્સ કરો. હવે આ પેસ્ટમાં પાણી નાખી પાતળું ખીરુ બનાવી લો.

મધ્યમ તાપ પર કઢાઈ મુકી તેમાં તેલ નાખીને ગરમ કરો. તેમા હીંગ અને જીરુ તતડાવો, પછી લસણ અને આખાં મરચાં નાખી દો. ત્યારબાદ હળદર નાખો. હવે તેમા સમારેલી પાલક અને થોડુ પાણી નાખીને ઢાંકી દો. તેને ધીમા તાપ પર 10 મિનિટ બફાવા દો.
હવે આ પાલકમાં બેસનનું મિશ્રણ નાખીને ફૂલ તાપ પર તેને ઉકાળો. તેને સતત હલાવતા રહો. 10 મિનિટ પછી તેમ મીઠુ અને લાલ મરચુ નાખો હવે ગેસ ધીમો કરીને 10 મિનિટ સુધી ઉકાળો. ઉપરથી સમારેલા ધાણા નાખો.

સ્વાદિષ્ટ પાલક કઢી તૈયાર છે. ભાત અને રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :