વેબદુનિયા રેસીપી- હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ સૂપ

carrot soup
સામગ્રી - 1 કપ સ્વીટ કોર્ન, 1 ચમચી કોર્ન ફ્લોર, કાળા મરી, 1-2 ચમચી મીઠુ, 4 કપ પાણી, બટર, ગાજર, ડુંગળી, બટાકા, લીલાં ધાણા

બનાવવાની રીત - સૌ પહેલા કુકરમાં કોર્નને 5 સીટી વગાડીને બાફી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરવા માટે મુકો. કોર્નને અડધા કપ પાણીની સાથે ઝીણી પેસ્ટ બનાવી લો. એક ચમચી કોર્ન ફ્લોરને 5 ચમચી પાણીમાં નીખીને પેસ્ટ બનાવો, ધ્યાન રાખો કે તેમાં ગાંગડા ન રહી જાય. પેન ગરમ કરો. તેમા બટર અને કોર્ન પેસ્ટ નાખો અને એક કપ પાણી નાખી ઉકળવા દો. હવે કોર્નફ્લોરવાળી પેસ્ટ નાખીને ઉકળવા દો. તમે ઈચ્છો તો તેમા સોયા સોસ અને વિનેગર નાખી શકો છો. હવે તેમા મીઠુ અને કાળા મરીનો પાવડર અને નાખો અને બધી શાકભાજી ઝીણી સમારીને નાખો. થોડી વાર પછી ગેસ બંધ કરી દો.


આ પણ વાંચો :