1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
  4. Chana chat

ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ બટાકા ચણા ચાટ

Chana chat
સામગ્રી - દેશી ચણા બે કપ રાત્રે પલાળેલા, 1 બાફેલું બટાટા, ડુંગળી 2, ટામેટા 2, લીલા મરચા 2,કાકડી 1, લાલ મરચાંનો પાવડર -ચપટી, સંચળ ચપટી, લીંબુનો રસ બે ચમચી.અડધી ચમચી ચાટ મસાલો, મીઠુ સ્વાદમુજબ, 
બનાવવાની રીત - સૌ પહેલા ચણાને સાફ પાણીથી ધોઈ લો. એક વાડકીમાં ડુંગળી, કાકડી, ટામેટા અને લીલા મરચા કાપીને મુકો. ત્યારબાદ પલાળેલા ચણા અને બટાકાને મેશ કરી મિક્સ કરો. હવે વાડકીમાં લાલ મરચાનો પાવડર, સંચળ, મીઠુ, ચાટ મસાલો મિક્સ કરો. લો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચણા ચાટ. 
આ પ્રમાણ 3થી 4 લોકો માટે છે.
આગળનો લેખ
આ છે મકાઈના ભજીયા બનાવવાની વિધિ