શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. રમજાન
Written By

રમજાન સ્પેશ્યલ રેસીપી - ફિરની

phirni
સામગ્રી - 12 બદામ, 100 ગ્રામ પીસેલા ચોખા, 1 લીટર દૂધ, 5 મોટી ચમચી ખાંડ, 8 કતરણ કેસર, 1 નાની ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી કાજુ, બદામ, પીસ્તા.

બનાવવાની રીત - સૌથી પહેલા બદામને છોલીને તેને અડધા કપ દૂધમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે પેસ્ટમાં પીસેલા ચોખા ભેળવો. દૂધને સારી રીતે ગરમ કરી લો. તેમાં ખાંડ અને કેસર મિક્સ કરો. હવે ચોખાની પેસ્ટને દૂધમાં નાંખી દો. ગેસની આંચ પર આ મિશ્રણને ત્યાંસુધી ઉકાળો જ્યાંસુધી દૂધ ઘટ્ટ ન થઇ જાય. ત્યારબાદ તેની ઉપર ઇલાયચી પાવડર છાંટી તેને ગેસની આંચ પરથી ઉતારી લો.

હવે તૈયાર થયેલી ફિરનીને બાઉલમાં કાઢો અને તેની ઉપર બદામ, પિસ્તા અને કાજુનું ગાર્નિશિંગ કરી ફ્રીઝમાં ઠંડી થવા મૂકી. ઠંડી થાય એટલે ઘરના સભ્યો અને ઘરે આવેલા મહેમાનોને સર્વ કરો, સાથે તમે પણ તેનો સ્વાદ માણો.