મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

Healthy Breakfast - સ્પ્રાઉટ ભેલ

સામગ્રી - તેલ 2 ટી સ્પૂન, વાટેલા લીલા મરચાં 1 ટી સ્પૂન, અંકુરિત મગ- એક કપ, અંકુરિત ચણા અડધો કપ, અડધો કલાક પાણીમાં પલાળેલી મગફળી પોણો કપ, ઝીણી સમારેલી ડુંગળી- 1 કપ, ઝીણી સમારેલી કોબીજ - અડધો કપ, છીણેલુ ગાજર - એક કપ, લીલા ધાણા - એક કપ, લીંબૂનો રસ, મીઠુ, ખાંડ, ચાટ મસાલા, જીરા પાવડર અએન કાળા મરીનો પાવડર સ્વાદ મુજબ. 
 
બનાવવાની રીત - તેલ ગરમ કરી તેમા લીલા મરચાંનુ પેસ્ટ નાખી થોડુ સેકો. પછી તેમા મગ, ચણા અને થોડુ મીઠુ નાખી સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી થવા દો. આ મિશ્રણ ઠંડુ થાય કે તેમા બાકી બધી સામગ્રી મિક્સ કરો. આ ભેલમાં લીલી દ્રાક્ષ, દાડમ, સંતરા જેવા ફળ પણ નાખી શકો છો.