સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2022 (11:39 IST)

વરમાળા લઈને સ્ટેજ પર ઉભેલી દુલ્હનનુ હાર્ટ અટેક આવવાથી મોત, વરરાજાને લાગ્યો આઘાત

hearth attack of bride
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા 20 વર્ષીય એક દુલ્હન હારફુલ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી પડી ગઈ અને તેનુ મોત થઈ  ગયુ. પોલીસે કહ્યુ કે આ ઘટના શનિવારે લખનૌના બહારી વિસ્તાર મલિહાબાદના ભદવાના ગામમાં બની. મલિહાબાદ સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) સુભાષ ચંદ્ર સરોજે કહ્યુ કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટના વિશે જાણ થઈ અને પછી એક ટીમને તપાસ માટે ગામ મોકલવામાં આવી. 
 
 નવવધુનુ હાર્ટએટેકથી મોત 
 
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં હારફુલ કાર્યક્રમ દરમિયાન 20 વર્ષની દુલ્હન સ્ટેજ પરથી નીચે પડી ગઈ અને તેનું મોત નીપજ્યું. પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે લખનૌની બહારના મલિહાબાદના ભદવાના ગામમાં બની હતી. મલિહાબાદ સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) સુભાષ ચંદ્ર સરોજે કહ્યું કે તેમને સોશિયલ મીડિયા દ્વારા ઘટનાની જાણ થઈ અને બાદમાં તપાસ માટે એક ટીમ ગામમાં મોકલવામાં આવી.
 
એસએચઓએ જણાવ્યું કે, ભદવાના ગામના રાજપાલની પુત્રી શિવાંગીના લગ્ન વિવેક સાથે થવાના હતા. કન્યાએ વરને હાર પહેરાવ્યાની સેકન્ડો પછી તે સ્ટેજ પર પડી ગઈ. જેના કારણે મહેમાનોમાં ગભરાટ ફેલાયો હતો. શિવાંગીને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. ડોક્ટરે જણાવ્યું કે યુવતીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું.
 
દુલ્હનના મોતથી વરરાજાને લાગ્યો આઘાત 
અહીં ઘરમાં ખુશીઓને બદલે માતમ છે. માતા કમલેશ કુમારી અને નાની બહેન સોનમની તબિયત પણ બગડી છે. સાથે જ આ ઘટનાથી વરરાજાને પણ ઊંડો આઘાત લાગ્યો છે. 
 
દર અઠવાડિયે આવી રહ્યા છે કેસ 
તાજેતરના મહિનામા આ પ્રકારની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે.  મઘ્યપ્રદેશના જબલપુરમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના થઈ  ગઈ. અહી મેટ્રો બસ ચલાવી રહેલ ડ્રાઈવરને હાર્ટ અટેક આવ્યો. ત્યારબાદ જે પણ સામે આવ્યુ તેને તે કચડતો ગયો. આ દરમિયાન ડ્રાઈવરનુ ઘટના સ્થળે જ મોત થઈ ગયુ.  સાથે જ અકસ્માતમાં ઘાયલ એક વૃદ્ધનું મૃત્યુ થયું છે. આ સિવાય બે બાળકો સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં ડ્રાઈવરનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું પણ બહાર આવ્યું હતું.