ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 ડિસેમ્બર 2022 (15:52 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Live Updates : અમદાવાદ શહેર અને જિલ્લામાં3 વાગ્યા સુધી મતદાન 44.67 ટકા મતદાન

election polls live
આજે  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાનનો દિવસ છે. બીજા તબક્કામાં કોંગ્રેસ, ભાજપ અને AAP સહિત વિવિધ પક્ષોના કુલ 833 ઉમેદવારો 93 બેઠકો માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મતદાનનો સમય સવારે 8 થી સાંજના 5 સુધીનો રાખવામાં આવ્યો છે .ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારની સાંજે પૂર્ણ થયો હતો. અગાઉ 1 ડિસેમ્બરે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાને લગતી દરેક અપડેટ જાણવા માટે આપ જોતા રહો વેબદુનિયા 
 
પીએમ મોદી રાણીપમાં મતદાન કરશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કરશે. 

- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન
- બીજા તબક્કામાં ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન થશે
- બીજા તબક્કાના મતદાનમાં 800થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને
- પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પર 780થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા
- ચૂંટણીપંચ અનુસાર, રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે
- 182 બેઠકનું પરિણામ આઠ ડિસેમ્બરે આવશે

 
બીજા ચરણમાં 285 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં 
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં 285 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. 61 રાજકીય પક્ષોના કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું. પીએમ મોદી અને અમિત શાહ સહિત વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓએ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.
 
2017માં ભાજપે 93માંથી 51 બેઠકો જીતી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અંતર્ગત આજે 14 મધ્ય અને ઉત્તર જિલ્લાની 93 બેઠકો પર મતદાન થવાનું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમાંથી 51 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. મધ્ય ગુજરાતમાં ભાજપે 37 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 17 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 14 બેઠકો મળી હતી.

03:51 PM, 5th Dec
સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન.
 
પાલનપુર:-    48.64%
વડગામ:-      54.00%
વાવ:-           52.80%
થરાદ:-          66.39%
ધાનેરા:-         58.85%
દાંતા:-           51.53%
ડીસા:-          52.80%
દિયોદર:-       60.76%
કાંકરેજ:-       55.93%
 
બનાસકાંઠા જિલ્લાનું સરેરાશ મતદાન 55.52%

03:50 PM, 5th Dec
અમદાવાદ શહેર અને જિલ્લામાં3 વાગ્યા સુધી મતદાન 44.67 ટકા મતદાન (ટકાવારીમાં)
 
અમરાઈવાડી - 39.99
અસારવા - 42.03
બાપુનગર -  43.89
દાણીલીમડા - 41.68
દરિયાપુર -43.27
દસક્રોઈ -51.23
ધંધુકા - 46.04
ધોળકા -51.00
એલિસબ્રીજ - 39.30
ઘાટલોડિયા - 47.09
જમાલપુર ખાડીયા - 41.75
મણિનગર - 42.94
નારણપુરા - 43.08
નરોડા - 40.21
નિકોલ - 45.95
સાબરમતિ - 42.22
સાણંદ - 54.81
ઠક્કરબપા નગર - 38.85
વટવા - 41.54
વેજલપુર - 43.78
વિરમગામ - 52.35

03:48 PM, 5th Dec
આંણદ ૫૩.૭૫ ટકા
અરવલ્લી ૩૭.૧૨ ટકા
બનાસકાંઠા ૫૫.૫૨ ટકા
છોટા ઉદેપુર ૫૪.૪૦ ટકા
દાહોદ ૪૬.૧૭ ટકા
ખેડા ૫૩.૯૪ ટકા
મહેસાણા ૫૧.૩૩ ટકા 
 

03:47 PM, 5th Dec
બીજા તબક્કામાં ૩ વાગ્યા સુધીમાં ૫૦.૫૧ % મતદાન 
 
મહીસાગર ૪૮.૫૪ ટકા
પંચમહાલ ૫૩.૮૪ ટકા
પાટણ ૫૦.૯૭ ટકા
સાબરકાંઠા ૫૭.૨૩ ટકા
વડોદરા ૪૯.૬૯ ટકા 
 

01:44 PM, 5th Dec
ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. એક વાગ્યા સુધી 34.74 ટકા મતદાન થયું છે.
 
વોટ ટર્નઆઉટ ઍપ અનુસાર સૌથી વધુ સાબરકાંઠામાં 39.73 ટકા અને છોટા ઉદેપુરમાં 38.18 ટકા મતદાન થયું છે.
 
બનાસકાંઠામાં 37.48 ટકા, ખેડામાં 36 ટકા,પંચમહાલમાં 37.09 ટકા, અરવલ્લીમાં 37.12 ટકા, મહેસાણા 35.35 ટકા, પાટણમાં 34.74 ટકા મતદાન થયું છે.
 
બપોરે એક વાગ્યા સુધી અમદાવાદમાં 30.82 ટકા મતદાન થયું છે અને દાહોદમાં 34.46 ટકા મતદાન થયું છે.

12:56 PM, 5th Dec
ગુજરાતમાં બીજા તબક્કામાંબપોરે 12 વાગ્યા સુધીમાં 24% મતદાન
સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 28% મતદાન
સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 22% મતદાન

12:38 PM, 5th Dec
સાબરકાંઠા જિલ્લામાં ૮ થી ૧૧ કલાક દરમિયાન ટકાવારી
 જિલ્લામાં સરેરાશ ૨૨.૧૮ % મતદાન
 
હિંમતનગર  ૨૨.૦૯%
ઈડર          ૨૨.૯૬%
ખેબ્રહ્મા      ૨૦.૮૪%
પ્રાંતિજ       ૨૨.૮૯%



મહીસાગર
 
જીલ્લા ની 3 વિધાન માં સરેરાશ 17.06 % મતદાન
 
લુણાવાડા વિધાન સભા માં 17.16  %
 
બાલાસિનોર વિધાનસભા માં 15.14
 
સંતરામપુર વિધાનસભા માં 19.25
 
જીલ્લા માં અત્યાર સુધીમાં સૌથી વધારે સંતરામપુર વિધાનસભા માં મતદાન


દાહોદ જિલ્લા મા સરેરાશ 17.83 % મતદાન 
દાહોદ-17.23 %
દેવગઢબારીઆ-16.41 %
ફતેપુરા-18.90%
ઝાલોદ-19.6 %
લીમખેડા -17.45%
ગરબાડા-17.93%


12:37 PM, 5th Dec
અમદાવાદ શહેર અને જિલ્લામાં 11 વાગ્યા સુધી મતદાન 16.95 ટકા મતદાન (ટકાવારીમાં)
 
અમરાઈવાડી - 14.89 
અસારવા - 16.48
બાપુનગર -  16.70
દાણીલીમડા - 15.02
દરિયાપુર -16.35
દસક્રોઈ -21.16
ધંધુકા - 16.23
ધોળકા -19.50
એલિસબ્રીજ - 12.64
ઘાટલોડિયા - 18.73
જમાલપુર ખાડીયા - 14.28
મણિનગર - 17.59
નારણપુરા - 17.46
નરોડા - 14.95
નિકોલ - 14.60
સાબરમતિ - 17.20
સાણંદ - 21.38
ઠક્કરબપા નગર - 15.87
વટવા - 13.80
વેજલપુર - 17.45
વિરમગામ - 20.78

12:36 PM, 5th Dec
પાટણ :- 9:00 થી 11:00
 
16 :- રાધનપુર :-   14.20%
 
17 :- ચાણસ્મા :-   18.57%
 
18 :- પાટણ :-   19.67%
 
19 :- સિધ્ધપુર :- *   *20.57%
 
પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી :-  18.18%

11:53 AM, 5th Dec
ગુજરાતમાં 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન, સૌથી વધુ છોટાઉદેપુરમાં મતદાન
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન થયું છે.
 
બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર ચૂંટણી થઈ રહી છે.
 
અત્યાર સુધી અમદાવાદમાં 16.95 ટકા મતદાન થયું છે.
 
સવારે 11 વાગ્યા સુધી સૌથી વધારે મતદાન છોટા ઉદેપુર 23.35 ટકા, સાબરકાંઠામાં 22.18 ટકા, બનાસકાંઠામાં 21.03 ટકા, અરવલ્લીામં 20.83 ટકા મતદાન થયું છે.
 
ત્યારે આણંદમાં 20.38 ટકા, ખેડામાં 19.63 ટકા, પંચમહાલમાં 18.74 ટકા, મહેસાણામાં 20.66, વડોદરામાં 18.77 ટકા મતદાન થયું છે. 

11:07 AM, 5th Dec
કાલોલ વિધાનસભા ભાજપ ના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે પોતાના વતન ગુંદી ખાતે કર્યુ મતદાન
 
ફતેસિંહ ચૌહાણ મતદારોની કતારમાં જ ઉભા રહી પોતાના મતદાન મથકમાં પહેલું મતદાન કર્યુ
 
ફતેસિંહ ચૌહાણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

11:01 AM, 5th Dec
મહેસાણા 
 
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મતદાન કર્યું 
 
વિસનગર ખાતે મતદાન કર્યું
 
સામાન્ય મતદાર ની જેમ લાઈન માં ઊભા રહી મતદાન કર્યું

10:50 AM, 5th Dec

ઘાટલોડિયા અમદાવાદમાં છે અને પાટીદાર તથા રબારી સમુદાયનો દબદબો છે.

ઘાટલોડિયા ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવે છે. ગાંધીનગર ભાજપનો ગઢ રહ્યું છે.

2012માં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે એક લાખથી વધારે વોટથી કૉંગ્રેસના રમેશ પટેલને હરાવ્યા હતા. આનંદીબહેન પટેલને 74.1 ટકા મત મળ્યા હતા.

2017માં ભૂપેન્દ્ર પટેલે કૉંગ્રેસના શક્તિકાંત પટેલને વધુ મોટા માર્જિનથી હરાવ્યા હતા.

તેમને 1.75 લાખથી વધારે મત મળ્યા હતા. તેઓ સૌથી વધારે મોટા માર્જિનથી જીતનાર ઉમેદવાર બન્યા હતા.


10:47 AM, 5th Dec

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શીલજ અનુપમ સ્કૂલમાં મતદાન કર્યું હતું.

તેઓ ઘાટલોડિયાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસનાં અમીબહેન યાજ્ઞિક ચૂંટણીમેદાને છે.

 

 


10:43 AM, 5th Dec
સવારના 10 વાગ્યા સુધીમાં નોંધાયું 13% મતદાન, આજે રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન, સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 14% અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 11% મતદાન થયું

08:31 AM, 5th Dec
ભાજપના નેતા હાર્દિક પટેલે લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર હાર્દિકે લોકોને મતદાન કરવાની અપીલ કરતાં કહ્યું, "ભાજપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે અને ગુજરાતમાં વિકાસ કર્યો છે. હું ઇચ્છું છું કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. મતદાન કરવાની આપણી શક્તિનો આપણે ઉપયોગ કરવો જોઈએ." મહત્ત્વપૂર્ણ છે કે પાટીદાર અનામત આંદોલન થકી ચમકેલા હાર્દિક પટેલે ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઘણો પરેશાન કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ માહોલ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ બાદ હાર્દિક કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કૉંગ્રેસે હાર્દિકને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા જોકે, બાદમાં તેમણે ભાજપનો ખેસ ઓઢી લીધો હતો. ભાજપે એમને વીરમગામથી ટિકિટ આપી છે.


08:27 AM, 5th Dec
voting

વડોદરામાં મતદાન મથકે લાઈનો લાગી, શરૂઆતમાં જ મધ્ય-ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણના મતદાનને પછાડશે એવો માહોલ
voting


08:25 AM, 5th Dec
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન કે જેમાં ૯૩ ઉમેદવારનું ભાવિ નક્કી થવાનું છે. તે પહેલા સવારે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતની પ્રજાને મતદાન કરવાનો કરવામાં આવ્યો આગ્રહ તેમાં પણ તેને ટ્વિટમાં ખાસ યુવાનો અને મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમને ટ્વિટમાં લખ્યું હતું કે, "ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.   હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ."