1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2022 (09:39 IST)

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રાણિપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું

gujarat assembly election 2022 in gujarati
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે. ત્યાં ભાજપ ના ઉમેદવાર તરીકે  હર્ષદભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

તેમના વિપક્ષ તરીકે કોંગ્રેસમાંથી દિનેશ મહીડા અને આપમાંથી જશવંત ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન હાલમાં મતદાન યોજાઈ  રહ્યું છે, જેમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવા મહત્વના શહેરોનો પણ સામેલ થાય છે. બીજા તબક્કામાં કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર મતદાન હાલ મતદાન ચાલી રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પરથી જ્યારે વિરમગામ બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, તો ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.બીજા તબક્કામાં આ જિલ્લાઓમાં મતદાન ચાલી રહ્યું છે.વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા, સાવલી, વાઘોડિયા, છોટા ઉદેપુર, જેતપુર પાવી, સંખેડા, ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણમાં મતદાન શરૂ થઈ ગયું છે.